રાજસ્થાનના જયપુરથી આવતી એક ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવુ પડ્યુ હતું. આજે સવારે લગભગ 5:46 વાગ્યે લેન્ડિંગ થયું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે વિમાનનું વ્હીલ તૂટેલું જોવા મળ્યું હતું. જો કે તેમ છતાં વિમાનમાં ટેકનિકલ ખામી આવવાના કારણો શોધવાનું કામ ચાલુ છે.
આ વિમાન સ્પાઇસજેટ એરલાઇન્સનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટે ATC ને વિમાનમાં ટેકનિકલ ખામી અંગે જાણ કરી હતી ત્યારબાદ વિમાનને અધવચ્ચે જ પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકાને કારણે વિમાનને રસ્તામાં જ ચેન્નાઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનમાં લગભગ 250 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમને ઇમરજન્સી ગેટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245