Explore

Search

December 28, 2025 1:42 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લાની તમામ કચેરીઓમાં અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવો નહી, સોશિયલ મીડિયામાં લેટર થયો વાયરલ

સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓએ પોતાના સ્વાર્થ ખાતર પાળી રાખેલા અનધિકૃત વ્યક્તિઓ જયારે સરકારી કચેરીઓમાં અધિકારીઓની મુલાકાતે આવતા હોય છે ત્યારે પોતે જ અધિકારી હોવાનો દેખાડો કરી અધિકારીના ચેમ્બરમાં કલાકો સુધી ગપ્પાબાજી કરતા હોય છે, આવા લોકો સામે કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી દ્વારા કોઈ સ્પેશ્યલ ડ્રાઈવ કે પછી સરપ્રાઈઝ ચેકિંગ સુધ્ધા હાથ ધરવામાં આવતી નથી. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે આ મામલે નિવાસી અધિક કલેકટરનાં સહી વાળો એક લેટર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જે એક ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો લેટરમાં જણાવ્યા અનુસાર, કચેરીઓમાં અનધિકૃત વ્યક્તિની હાજરી મામલે કોઈ એક મહિલાએ સરકારશ્રીનાં PG Portal પર તા.02-03-2025 નારોજ ફરિયાદ કરી હતી. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તમામ કચેરીઓને સુચના આપી દેવામાં આવી છે કે,જો કોઈ અધિકારીની ચેમ્બર/શાખામાં બિનજરૂરી કોઈ વ્યક્તિ બેસેલા હોવાનું ધ્યાને આવશે તો તેઓની વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે..

કોઈ એક મહિલા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બાદ તંત્રનાં ઉચ્ચ સ્થાને બેસેલા અધિકારીઓ પણ સાવધાન થઇ ગયા છે, સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહેલા લેટરમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે,તાપી જિલ્લા કલેકટર કચેરીની વિવિધ શાખાઓમાં અનઅધિકૃત વ્યક્તિઓ બિનજરૂરી બેસી વાતચીત કરી અધિકારીઓ/કર્મચારીઓના સમયનો વેડફાટ કરતાં હોવાનું ધ્યાન ઉપર આવેલ છે.જેના કારણે કચેરીની તથા શાખાની કામગીરી પર વિપરીત અસર પડે છે અને કામનો સમયમર્યાદામાં નિકાલ થઇ શકતો નથી. જેથી હવે અત્રેની કચેરીના તમામ અધિકારીઓ/કર્મચારીઓએ તેઓની ચેમ્બર કે શાખામાં અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવો નહી કે ચેમ્બર/શાખામાં બિનજરૂરી બેસવા દેવા નહી. જો કોઈ અધિકારી/કર્મચારીઓની ચેમ્બર/શાખામાં બિનજરૂરી કોઈ વ્યક્તિ બેસેલા હોવાનું ધ્યાને આવશે તો તેઓની વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 5 0
Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250