ગુજરાત સરકારના પંચાયત વિભાગના ગ્રામ્યકક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ૪૦૦ કરતાં વધારે તાપી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે અચોક્કસ મુદતની હડતાળ પર તા.૧૭ માર્ચથી ઉતરી જશે જેથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ જવાની સંભાવના છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના પ્રમુખ સુરેશભાઈ એચ. ગામીત, મંત્રી સંજીવ પટેલ, મુખ્ય કન્વીનર જગદીશ મરાઠે દ્વારા બહાર પાડેલા આદેશથી તાપી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પૈકી મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મ.પ.હે.સુ.. ફિ.હે.સુપરવાઈઝરના ૧-૯-૨૦૨૨થી દાખલ કરેલ ખાતાકીય પરીક્ષા રદ કરવી, ૧૯૮૬થી આરોગ્ય કર્મચારી અને અન્ય કેડરના પગારમાં થયેલી વિસંગતતાઓ દૂર કરી પગાર ધોરણ સુધારણા અથવા ટેક્નિકલ કર્મચારી ગણી ટેક્નિકલ પગાર ધોરણમાં સમાવેશ કરી ગ્રેડ-પે આપવાની માંગ પૂરી થઈ નથી.
ગત હડતાળ સમયના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા આ અંગે આરોગ્ય વિભાગ ગાંધીનગર તથા રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત તથા ૫-૩-૨૦૨૫ના રોજ ધરણા કરી દેખાવો કરવા અને તા.૭-૩-૩૦૨૫થી ઓનલાઈન તેમજ ઓફલાઇન કામગીરી બંધ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના ૯-૩-૨૦૨૫ના આદેશથી તાપી જિલ્લા આરોગ્ય શાખાના ૪૦૦ કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓ તા.૧૭ માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે એમ તાપી જિલ્લા આરોગ્ય મંડળના હોદ્દેદારો સુરેશ ગામીત,સંજીવ પટેલ તથા જગદીશ મરાઠેએ જણાવ્યું છે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248