તાપી જીલ્લાની સીમમાંથી પસાર થતો વ્યારા-બાજીપુરા નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર રવિવાર નારોજ સડસડાટ દોડતી એક ટ્રકના ડ્રાઈવર સાઇડ ના ટાયરનો એક આખેઆખો ભાગ અચાનક ટ્રકમાંથી છુટો પડી ગયો હતો, ટ્રક માંથી ટાયર સાથે છૂટો પડેલો આ ભાગ હાઈવે પર જઈ સળગી ઊઠ્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. બનાવને લાઈને અફરાતફીનો માહોલ સર્જાયો હતો. આ હાઇવે પર લગભગ એકાદ કલાકનો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક લઇ મોરબી જટાયર ઈ રહ્યા હતા તે દરમિયાન બાજીપુરા હાઇવે પર ચાલતી ટ્રક માંથી વ્હિલ છુટું પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી.જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ પહોંચી નથી.
Latest News




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250