વ્યારાના તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઇસમો અપહરણ કરી જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હોય, તેણીને શોધવા પોલીસે કવાયત કરતા કારને વલસાડ પોલીસની મદદથી વલસાડથી ઝડપી પાડી ત્રણ આરોપીને ઝબ્બે કર્યા હતા,યુવતીના પ્રેમીએ લગ્ન કરવાના ઈરાદે તેણીને મિત્રોની મદદથી ઉઠાંવી ગયો હોવાનું બહાર આવ્યું છે.
તાડકુવાની એકતા નર્સીગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કોલેજ જવા માટે તા.૬-માર્ચ ના રોજ પગપાળા જતી હતી, તે સમય દરમિયાન કારમાં એક માસ્ક પહેરેલો શખ્સ ઉતરીને ૨૦ વર્ષીય વિદ્યાર્થિની રિન્કુ ગામીતને ખેંચીને ગાડી ઉઠાવી ગયો હતો સાથેની સખીઓએ પોલીસને કારમાં ત્રણ ઈસમો હોવાનું અનુમાન વ્યકત કર્યું હતું.
આ પ્રકરણમાં તાપી પોલીસ એલર્ટ બની તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો.કંટ્રોલ રૂમમાંથી આસપાસના પોલીસ મથકોએ જાણ કરી હતી, વલસાડ ખાતે નાકાબંધી કરી ફોરવ્હીલને ઝડપી પાડી જેમાંથી યુવતી તથા પોલીસે આરોપી (૧) રાહુલભાઇ બાલુભાઈ ગાવિત (૨) અશોકભાઈ વન્યાભાઈ ગાવિત (૩) દિપકભાઈ દાસુભાઈ ગાવિત આ નવાપુરના ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.અત્રેઉલ્લેખ્નીય છે કે, યુવતીએ પ્રેમસબંધ તોડી નાખતા પ્રેમી રાહુલે લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કર્યું હતું.અપહરણ માટે ફોરવ્હીલ ભાડેથી લાવવામાં આવી હતી,અશોક ગાવિત ડ્રાઇવર હતો જયારે તેના મિત્ર દીપકે અપહરણ માં મદદ કરી હ




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249