Explore

Search

December 27, 2025 8:40 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સફળતાના દસ વર્ષ : મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાવતી અભયમ હેલ્પલાઈન

વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે. મહિલાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં અભયમ મહિલા હેલ્પલાઇન સેવાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા

ગુજરાત રાજ્યએ વિકાલલક્ષી વિવિધ બાબતોમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. રાજ્યની તમામ મહિલાઓને સશક્ત બનાવવા માટે વિકાસલક્ષી યોજનાની સાથે સાથે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડવા અને મદદ કરવા માટે પણ સતત પ્રયાસ કર્યો છે.  તેનું જ ઉદાહરણ છે, ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કાર્યાન્વિત કરવામાં આવેલ અભ્યમ હેલ્પ લાઈન સેવા..જેને આજે ૧૦ વર્ષ પૂર્ણ થયા છે.

મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે અને તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫, આંતરરાષ્ટ્રીય મહીલા દિવસના રોજ અભિયમ હેલ્પ લાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જેનું સંચાલન ઈ. એમ. આર. આઇ અને ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે, ગુજરાત સરકારની આ ફ્લેગશીપ યોજનાથી મહિલાઓને ત્વરિત પ્રતિસાદ અને યોગ્ય માર્ગદર્શન મળે છે.

રાજ્યના તમામ વિસ્તારોમાં અભયમ સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુ વાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ, લગ્નેત્તર સબંધ વગેરે બાબતોમાં અસરકારક રીતે કુશળ અભયમ રાખીને કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવે છે. જેથી અનેક મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાયો છે.

આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી,બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓ ને પરિવાર, નારીગૃહ કે આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રાખવા વગેરેમાં મહિલા, કિશોરીઓ અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નોનું અભયમ હેલ્પલાઈન સેવાથી અસરકારક સુખદ નિવારણ આવ્યું છે. જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતામાં વધારો થયેલ છે અને અભયમ હેલ્પ લાઇન સેવા મહિલાઓની સાચી સાહેલી તરીકે ઉભરી આવી છે.

આ યોજનાના પ્રારંભ થી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહિલાઓ એ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં સંપર્ક કર્યો. અને ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ મહિલાઓને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ ૯૯,૪૬૭ જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયું વાને મદદ, સલાહ અને બચાવ માટે કાર્ય કરેલ છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા પણ મળી છે.

ખેડા જિલ્લાની વાત કરીએ તો,  વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૪ દરમિયાન આવેલ પીડિત મહિલાઓના કેસમાં ૩૭૨૭૧ જેટલી મહિલાઓને મદદ, માર્ગદર્શન અને યોગ્ય સલાહ પૂરી પાડી ૭૪૯૬ જેટલી મહિલાઓનો ધટના સ્થળે બચાવ કરવામાં આવ્યો છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૫૦૭૯ પીડિત મહિલાઓએ મદદ માટે સંપર્ક કર્યો હતો. જેઓને માર્ગદર્શન આપવાની સાથે સાથે કટોકટીની સ્થિતિમાં ઘટના સ્થળે પહોંચીને ૯૧૪ જેટલી મહિલાઓને મદદ અને રક્ષણ પૂરુ પાડવામાં આવ્યું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243