વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સુરત ધુલીયા રોડ ઉપર મીંઢોળા નદી ઉપર પુલ જૂનો અને જર્જરીત હોવાથી સૌ પ્રથમ તેના ઉપરથી તમામ પ્રકારના વાહનો-ટ્રાફિકની અવર-જવર બંધ કરી ડાયવર્ઝન આપી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જે બાબતને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા હુકમ કરી સુરત ધુલિયા રોડ પર આવેલ મીંઢોળા નદી ઉપર વાહનો પસાર થઈ શકશે નહીં, ટ્રાફિક/વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે.
જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ તરીકે બાજીપુરા સુમુલ ડેરી સોનગઢ સુરત વ્યારા તરફ જવા માટે ઉપયોગ કરવો તથા સુરત સુમુલ ડેરી બાજીપુરા વાલોડ તરફ જવા બાજીપુરા ગામ કુંભારવાડા તરફથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલ અને ફોરવીલ વાહનોની અવર-જવર ન કરે તે માટે આડસ ઊભી કરવા અને પોલીસ બંદોબસ્ત પુરી પાડવામાં આવી છે. આ જાહેરનામું આગામી ૨૮.૦૪.૨૦૨૫ સુધી અમલમાં રહશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249