વ્યારા ખાતે સોમવાર નારોજ સિવિલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે આદિવાસી સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય અને હોસ્પિટલ સરકારી જ રહે એવી માંગ સાથે સિવિલ હોસ્પિટલની બહાર જ અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કર્યા હતા. સરકારના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આજે સીવીલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે.એટલુ જ નહીં પણ મેડિકલ કોલેજ મંજૂર થઈ છે, તે કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થયું છે. ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો રૂપિયા ફી વસુલ કરીને ભણવાની જે વાત છે જેમાં ગરીબ સમાજ પાછળ રહી જશે. ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્યની અને શિક્ષણની સેવાથી વંચિત રહી જશે.
સીવીલ હોસ્પિટલના ખાનગીકરણને લઇને અગાઉ વિશ્વ આદિવાસી અધિકાર દિવસથી સરકારી હોસ્પિટલને ખાનગીકરણથી બચાવવા માટે આંદોલનો ચાલુ થયા હતા અને જિલ્લાના આદિવાસી લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા આદિવાસી સમાજના કેટલાક લોકોને ગાંધીનગર બોલાવીને ખાનગીકરણ ન થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને લેખિતમાં આપશું તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલ સુધી કોઈ નિર્ણય ન લેવાતા ફરી પાછું સિવિલ હોસ્પિટલને લઈને વિરોધનું વંટોળ ચાલુ થયું છે. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી અનિશ્ચિત ધરણા પર બેસી ગયા છે. આપને જણાવી દઈએ છીએકે આંદોલનકારીઓની મુખ્ય માગણી છે કે,સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન કરવામાં આવે.તેઓ હોસ્પિટલને સરકારી સંચાલન હેઠળ જ રાખવાની માગ કરી રહ્યા છે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248