ઉચ્છલનાં ચઢવાણ ગામનાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી ઘરેણાંની લૂંટ થયાની ઘટનામાં પકડાયેલા દૂરના કુટુંબી દિયરની પુછપરછમાં પ્રેમ સંબંધમાં ભાભીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે દિયર પ્રેમિકા એવી ભાભીને ઘરે સાથે રહેવા લઈ જવા માંગતો હતો. પરંતુ ભાભી તૈયાર ન થતા ગળું દબાવી હત્યા કરી હતી. જોકે, ઘરેણાં તેણે લૂંટ્યા ન હોવાનું જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ચઢવાણ ગામે નીચલા ફળિયામાં નવા પાકા મકાનમાં એકલી રહેતી વિધવા સુમિત્રાબેન ઉમેશભાઈ વસાવા (ઉ.વ.૪૩)ની તારીખ ૨૧/૦૨/૨૦૨૫ નારોજ ઘરના પલંગ પર મૃત હાલાતમાં લાશ મળી આવી હતી. તેમજ બાજુમાં અને ભાગે તથા જમણા હાથમાં કાંડા ઉપર ઈજાનાં નિશાન જોવા મળ્યા હતા. આ સાથે શરીરે પહેરેલ આશરે રૂપિયા ૬૦,૦૦૦/-ના સોના ચાંદીના દાગીના ગાયબ હતા. જોકે ગામમાં જ આમલી ફળિયામાં રહેતા પુત્ર હર્ષદ ઉમેશભાઈ વસાવા (ઉ.વ.૨૩)ની ફરિયાદ લઇ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં સુમિત્રાબેનને છેલ્લે આવેલા કોલને ટ્રેસ કરતા તેઓની ખેતી કરતો કુટુંબી દિયર અનેશ કાથાભાઈ વસાવા (ઉ.વ.૪૨., રહે.કંટોલ ફળિયું, ચઢવાણ, તા.ઉચ્છલ)નો નંબર નીકળ્યો હતો. જેથી દિયરને લાવી પૂછતાછ કરતા તેણે ભાભી સુમિત્રા વસાવાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જોકે હત્યાનું કારણ લૂંટ અંગે સરખા જવાબ ન આપતા પોલીસે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન આરોપી અનેશ વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે, પ્રેમ સંબંધની જાણ લોકોને પણ હોવાથી સુમિત્રાને ઘરે સાથે રાખવા માંગતો હતો. જેથી સુમિત્રાને મળવા જઈ સાથે ઘરે રહેવા આવી જવા જણાવ્યું હતું. જોકે સુમિત્રાએ દિયરને તારે સાથે રહેવું હોય તો અહીં મારી જોડે રહેવા આવ એમ કહેતા અનેશને ગુસ્સો આવ્યો હતો અને સુમિત્રાનું ગળુ દબાવી હત્યા કરી ત્યાંથી નીકળી ગયો હતો પણ સુમિત્રાએ શરીરે પહેરેલા ઘરેણાં તેણે લીધા નથી અન્ય કોઈએ ઘરેણાંની લૂંટ કરી હોવાનું રવિવારે પી.આઈ. પાસે જાણવા મળ્યું છે જેથી લૂંટ કરેલા ઘરેણાં બાબતે હજી પણ મામલો આરોપી મળી આવ્યો નથી.
આમ, સુમિત્રાની હત્યા બાદ તેની લાશ બીજા ફળિયામાં રહેતા પુત્ર હર્ષદ વસાવાએ પહેલા જોઈ હતી અને આરોપી દિયરે પણ ઘરેણાંની લૂંટ કરી ન હોવાનું જણાવી રહ્યો છે ત્યારે ઘરેણાં ગયા ક્યાં તે દિશામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250