વ્યારાનાં ઈન્દુ ગામમાંથી પસાર થતાં માંડવીથી વ્યારા તરફ જતાં રોડ ઉપર ITI પાસે વળાંકમાં ટ્રકની ટક્કરે બાઈક પર સવાર ત્રણેય યુવકો રોડ ઉપર પટકાતા બાઈક પર વચ્ચે બેસેલ યુવક અને બાઈક ચાલક આમ બે યુવકના આ અકસ્માતમાં મોત નિપજયાં હતા. જયારે એક યુવકને શરીરે નાની-મોટી ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. અકસ્માત અંગે કાકરાપાર પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સિંગી ફળિયામાં રહેતો અંકિત અરવિંદભાઈ ચૌધરી નાઓ તારીખ ૨૭/૦૨/૨૦૨૫ નારોજ સાંજના સાંજના સમયે ઇન્દુ ગામે જલારામ સોસાયટીમાંથી તેમના શેઠને પાણીના પૈસા આપી શેઠ આકાશભાઈ દુબેની લાલ કલરની યામાહા બાઈક નંબર જીજે/૨૬/કે/૯૨૭૬ લઈ અંકિત અને તેના મીત્ર હર્ષ હરીશભાઈ ગામીત (રહે.કપુરા ગામ, પટેલ ફળિયું, વ્યારા) તેમજ પીન્કેશ મહેશભાઈ ગામીત (કરંજવેલ ગામ, પેડકી ફળિયું, વ્યારા)નાઓ સાથે તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે બાઈક પીન્કેશભાઈ ચલાવતો હતો અને માંડવીથી વ્યારા તરફ જતાં રોડ ઉપર ITI પહેલા વળાંકમાં નેશનલ હાઈવે નંબર ઉપર જતા હતા.
તે દરમિયાન સામેથી આવતાં એક ટ્રક નંબર જીજે/૦૫/બીટી/૩૮૧૨ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેની સામે ચાલતી ગાડીને અવર ટેક કરી બાઈકને સામેથી ટક્કર બાઈક પર સવાર મારી ત્રણેને રોડ ઉપર પાડી નાંખી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં અંકિતને જમણા પગે જાંઘનાં ભાગે ફ્રેકચર કરી અને બાઈક ચલાવનાર પીન્કેશને જમણા પગે ફેકચર કરી તથા જમણી આંખ ઉપર ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ વચ્ચે બેસેલ હર્ષને જમણી બાજુ કમ્મરથી નીચે પગ સુધી ગંભીર ઈજા પહોંચતા હર્ષને સારવાર માટે સુરત એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા તે સમયે રસ્તામાં પલસાણા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું અને પીન્કેશનું પણ સારવાર દરમિયાન નવી સીવી હોસ્પિટલ ખાતે મોત નીપજયું હતું. જયારે આ અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક લઈ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અંકિત ચૌધરી નાએ તારીખ ૨૮/૦૨/૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ મથકે ફરાર થયેલ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250