Explore

Search

December 28, 2025 2:39 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi update : ઘર કંકાસથી કંટાળી સગાસંબંધી ના ઘરે જવા નીકળેલ ડાંગ જિલ્લાની કિશોરી તાપી જિલ્લામાં ભુલી પડી

તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે, એક કિશોરી સગા સંબંધીના ઘરે જતા ભૂલી પડી છે જે એકલી હોવાથી મદદની જરૂર છે. તાપી 181 અભયમ ટીમને આટલી માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કિશોરીને મળી નામ,સરનામું અને હકીકત જાણી હતી. બાદ કાઉન્સલીંગ દરમિયાન કિશોરી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં છેવાડાનાં ગામમાં હોવાનું માલુમ પડયું હતુ.

કિશોરીએ જણાવ્યું હતું કે, તેના બાળપણમા જ પિતાનું અવસાન થયું હોવાથી માતાએ બીજા લગ્ન કર્યા હતા. નાનપણથી કિશોરી દાદા દાદી સાથે રહેતી હતી. હવે માતાએ બીજા લગ્ન કર્યા છે ત્યાં રહે છે. માતા પિતા બંને ખેતમજૂરી કરે છે અને બંનેને રોજ કેફી દ્રાવ્યોનું સેવન કરવાનું વ્યસન છે જેથી રોજ નસો કરી આવી ઘરમાં અપશબ્દ બોલવા તેમજ દરરોજ ઘર કંકાસ કરતા હોવાથી કંટાળી તેમના સગા સંબંધી વ્યારામાં રહેતા હોય જ્યાં થોડા દિવસ  રહેવા માટે વ્યારા પહોચી હતી. પરંતુ ત્યાં તેમના સગા ન મળતા તેમની શોધ ખોળમાં કિશોરી ભુલી પડી હતી. આમ તમામ હકીકત જાણી કિશોરીને તેમના માતા-પિતાને 181 ટીમ સમજાવશે અને ઘર સુધી પહોંચાડશે જે વિશે માહિતી આપી કાઉન્સેલિંગ કરી કોઈપણ સમયે મુશ્કેલી જણાય તો 181 હેલ્પલાઇનનો સંપર્ક  કરવા જણાવ્યું હતું. તેમજ સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી હતી અને ગામનું નામ સરનામું મેળવી ગામના આગેવાનનો સંપર્ક કરી કિશોરી કયા ગામના રહેવાસી છે તેની ખરાઈ કરી ડાંગ 181 અભયમ ટીમ અને તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના સંકલનથી કિશોરીને સુરક્ષિત ઘરે પરિવાર પાસે પહોંચાડી હતી. જેથી પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 5 0
Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250