વાલોડનાં બાજીપુરા ગામનાં સુમુલડેરી નજીક ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની સામે નેશનલ હાઈવે પર આગળ ચાલતા ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં કરોડ ગામનાં નવાગામ ફળિયામાં રહેતા જયપાલ કવીલાલભાઈ ગામીત (ઉ.વ.૨૮)નો તારીખ ૨૬-૦૨-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાની યામહા કંપનીની R15 બાઈક નંબર જીજે/૨૬/એસી/૨૭૫૬ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો. તે સમયે બાજીપુરા ગામના સુમુલડેરી નજીક ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની સામે નેશનલ હાઈવે નંબર-૫૩ના બારડોલીથી વ્યારા તરફ આવતાં ટ્રેક ઉપર જયપાલે પોતાના કબ્જાની બાઈક આગળ ચાલતા કોઈક ટ્રક પાછળ અથડાવી દીધી હતી જેથી આ અથડામણમાં જયપાલના ચહેરાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે નાની મોટી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. અકસ્માત અંગેની જાણ મૃતકના પિતા કવીલાલભાઈ મંજીભાઈ ગામીત નાએ તારીખ ૨૭-૦૨-૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે કરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250