સોનગઢના સાતકાશી ગામે જુની સ્કુલના કંમ્પાઉન્ડમાં આરોપી મનુભાઈ ફુલસિંગભાઈ વસાવા (રહે.સાતકાશી ગામ, સોનગઢ)એ ગત તારીખ ૦૧-૦૩-૨૦૨૩ નારોજ તેના પુત્ર અમિત વસાવાનો જે કોઈ કામધંધો કરતો ન હોય તેનુ મન દુઃખ રાખી સાંજના સમયે સ્કુલના કંમ્પાઉન્ડમાં આરોપી મનુભાઈએ તેના પુત્ર અમિતને ગળાના ભાગે અને માથાના ભાગે કુહાડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી છુટ્યો હતો.
જેથી મૃતકની માતા ગીમલીબેન મનુભાઈ ફુલસિંગભાઈ વસાવાએ તેમના પતિ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડી હતો તેમજ આ ખુનના ગુનાની તપાસ દરમ્યાન નજરે જોનાર સાહેદો, મેડીકલ પુરાવા અને આરોપી પાસેથી બનાવમાં વાપરેલ હથિયારની રિકવરી કરી આરોપી વિરુધ્ધ તમામ પુરાવા એકત્ર કરી નામદાર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતો. જે કેસ એડિશનલ સેશન્સ કોર્ટ વ્યારા ખાતે ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સમીરભાઈ પંચોલી નાઓએ આરોપી સામેનો કેસ પુરવાર કરવા ધારદાર દલીલો કરેલ હતી. જે ટ્રાયલના અંતે આરોપી વિરુધ્ધનો કેસ સાબિત માની નામદાર કોર્ટ દ્વારા તારીખ ૧૮/૦૨/૨૦૨૫ નારોજ આરોપીને ખુનના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.




Users Today : 31
Users Last 30 days : 916
Total Users : 11400