Explore

Search

December 30, 2025 8:34 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી બે અજાણ્યા ચોર ફરાર, વ્યારાનો બનાવ

તાપી જિલ્લામાં ગુન્હેગારોને જાણે કાયદાઓનો ડર જ ના રહ્યો હોય તેમ પોલીસને પડકાર આપી રહ્યા છે વ્યારાના માલીવાડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ જેવા વિસ્તારોમાં ચોરી કરી નાશી જવામાં ચોરટાઓ સફળ રહ્યા છે ત્યારે વધુ એક ચોરીની ઘટનાને ચોરટાઓએ સફળ અંજામ આપ્યો છે. વ્યારાના જૈન દેરાસરની પાછળ તળાવ રોડ ઉપર સાંજના સમયે મહિલા પોતાના ઘરે જતી મહિલાના ગળામાંથી સોનાની ચેન જેની કિંમત રૂપિયા રૂપિયા ૧,૦૫,૦૦૦/- આંચકી બે અજાણ્યા ઈસમો નાસી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના દક્ષિણી ફળિયું કોર્ટમાં રહેતા પ્રતિમાબેન વિજયભાઈ પગાર (ઉ.વ.૬૫)નાઓ વ્યારા સીનીયર સીટીઝન કલબમાંથી ગત તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં જૈન દેરાસરની પાછળ તળાવ રોડ ઉપર પાસેથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે મોટર સાઈકલ ઉપર બે ઈસમો આવી પ્રતિમાબેનની આગળ આવી ઉભા રહી ગયા હતા દરમિયાન મોટર સાઈકલ પર સવાર બે ઈસમો પૈકી એક નીચે ઉતરી પ્રતિમાબેનને ધક્કો મારી ગળામાની સોનાની ચેન આંચકી લેતા પ્રતિમાબેન નીચે પડી ગયા હતા.

જોકે બંને અજાણ્યા ઈસમો ચેન લઈ નાશવા લાગ્યા હતા તે સમયે પ્રતિમાબેનએ ઉઠીને જોયું કે તેમની મોટરસાઈકલ કાળા કલરની હતી અને મોટરસાઈકલ નંબર જીજે/૦૫/ટીપી/૬૫૯૯ હતો. ત્યારબાદ પ્રતિમાબેનએ તેમના ભત્રીજા સાગરભાઈ પ્રવીણભાઈ પગારને ચોરી અંગે જેમાં સોનાની ચેન આશરે સવા તોલાની જેની કિંમત રૂપિયા ૧,૦૫,૦૦૦/- પાછી મળી જશે તેમ વિચારી શોધખોળ કરી હતી પરંતુ સોનાની ચેન અને મોટરસાઈકલ વાળા બંને અજાણ્યા ઈસમો મળ્યા ના હતા. બનાવ અંગે પ્રતિમાબેન વિજયભાઈ પગાર નાઓએ તારીખ ૧૮-૦૨-૨૦૨૫ નારોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 0 1
Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401