તાપી જિલ્લાના કાકરાપાર અણુમથક પ્લાન્ટમાં સિનિયર ટેકિનશિયન (એચ-૧) તરીકે ફરજ બજાવતા કનુભાઈ કિશનભાઈ ચૌધરી (ઉ.વ.૫૭., રહે.અણુમાલા ટાઉનશીપ, ઉંચામાળા, વ્યારા, મૂળ રહે.કાવલા ગામ, તા.સોનગઢ)ના મોબાઇલ પર ગત તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન બે અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યા હતા. જે નંબર ડાયલ કરતા સામે સામેથી તમારો મિત્ર મનોજ મિશ્રા બોલું છું, તમે મને ઓળખતા નથી.
તમે જલ્દી ભૂલી જાવ છો કહી જબરજસ્તી ઓળખ કરી વિશ્વાસમાં લઈ મારે હોસ્પિટલનું અર્જન્ટ કામ છે, હું તમારા એકાઉન્ટમાં રૂપિયા ૩૫,૦૦૦ નાખું છું, એક નંબર આપું છું, તેમાં પૈસા નાંખી દેજો. જેથી કનુભાઈએ તમે જ નાંખી દેજો એમ કહેતા સામેથી તમે મારુ એટલું કામ નહીં કરશો એમ જણાવ્યું હતું અને કનુભાઈના મોબાઈલમાં રૂપિયા ૩૫,૦૦૦ ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો. જેથી વિશ્વાસમાં આવી તેમણે અજાણ્યા વ્યક્તિએ આપેલા નંબર પર પ્રથમ રૂપિયા ૨૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. જોકે બીજી વાર રૂપિયા ૧૦,૦૦૦ નાખવાની કોશિષ કરતા ફેઈલ થયા હતા. ફરીથી રૂપિયા ૫૦૦૦ નાંખતા ફેઇલ બતાવતું હતું. ત્યારબાદ રૂપિયા ૨૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અજાણ્યા શખ્સે ફ્રોડ કર્યાનું લાગતા કનુભાઈ ચૌધરીએ કાકરાપાર પોલીસ મથકે સાયબર ફ્રોડની ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરે હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249