નિઝરના વાંકા ગામે વગર પાસ પરમિટે ઘરની પાછળ પજારીમાં પૈસાવતી હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા ચાર જુગારીઓને કુકરમુંડા પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝરના વાંકા ગામના આદિવાસી ફળિયામાંથી શુક્રવારના રોજ ઘરની પાછળ પજારીમાં પૈસાવતી હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા રમાડતા ભામટીયા સુત્તમભાઈ ઠાકરે, દિલીપ ભરમભાઈ પાડવી, અશોકભાઈ રામુભાઈ પાડવી અને સુરેશ રૂમજીભાઈ પાડવી (રહે.વાંકા ગામ, નિઝર)નાઓ જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 3
Users Last 30 days : 410
Total Users : 13737