Explore

Search

December 30, 2025 11:57 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી પોલીસની કામગીરી : કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા,કુલ રૂપિયા ૪.૪૪ લાખથી વધુનનો મુદ્દામાલ કબજે

તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોને તારીખ ૦૭/૦૨/૨૦૨૫ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘એક રેનોલ્ટ કંપનીની ડાર્ક ગોલ્ડન ડાર્ક ગોલ્ડન કલરની ટ્રીબર કારમાં બે ઈસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સોનગઢથી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો તાડકુવા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૫૩ પર સોનગઢથી સુરત જતાં ટ્રેક પર એચ.પી. પેટ્રોલપંપની સામે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હાજર હતા.

તે સમયે બાતમીવાળી રેનોલ્ટ કંપનીની ડાર્ક ગોલ્ડન કલરની ટ્રીબર કાર નંબર એમએચ/૨૦/જીકયુ/૦૬૯૩ને આવતાં જોઈ પોલીસે કારને કોર્ડન કરી રોકી લીધી હતી તેમજ કારમાં સવાર બંને ઈસમોને નીચે ઉતારી બંનેના નામ પૂછતા ચાલકે પોતાનું નામ ભાઉસાહેબ ઉત્તમ ચૌધરી (રહે.દત્તમંદિરની બાજુમાં, નવા બસ સ્ટેશન નજીક ધુલિયા, જિ.ધુલિયા) અને રવિકાંત ભાસ્કર પાટિલ (રહે.સેવાદાસ નગર, ચિત્તોડનાકા, સુરત બાયપાસ, ધુલિયા, જિ.ધુલિયા)ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કારમાં તાપાસ હાથ ધરતા કારની પાછળના ભાગે આવેલ ડીકીમાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી કૂલ ૫૫૨ નંગ બોટલો મળી આવી હતી (કૂલ લીટર ૨૧૭.૯૨૦) જેની કિંમત રૂપિયા ૧,૨૯,૫૨૮/- હતી.

જોકે પોલીસે બંને ચાલક અને ક્લીનરની પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ધુલિયા ખાતેના દત્તમંદિર પાસે આવેલ મહારાષ્ટ્ર વાઈન શોપ પરથી વિક્કી ઉર્ફે પવન ગલાણી જેના પુરા નામની ખબર નથી તેના પાસેથી કારમાં ભરીને ધુલિયાથી નીકળી મહારાષ્ટ્રના સાક્રી, દહીવેલ, નવાપુર થઈ ગુજરાતના સોનગઢ, વ્યારા, બારડોલી થઈ કડોદરા પહોંચી શહેજાદ (રહે અંકલેશ્વર) થોડો પ્રોહી. માલ આપી બાકીનો પ્રોહી. મુદામાલ શહેજાદના કહેવાથી સંજય (રહે.અંકલેશ્વર) અને મીરા (રહે.અંકલેશ્વર)નાઓને આપવાનો હતો. આમ, પોલીસે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૨૯,૫૨૮/-, કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ, મોબાઈલ ૩ નંગ અને પતરાની નંબર પ્લેટ બે નંગ મળી કૂલ રૂપિયા ૪,૪૪,૫૨૮/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી રવીન્દ્રભાઈ વસાવાની ફરિયાદના આધારે ઝડપાયેલ કાર ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે પોલીસ ચોપડે ચાર જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 0 3
Users Today : 3
Users Last 30 days : 907
Total Users : 11403