વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે.
તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન એરિયામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલ પાક્કી બાતમીના આધારે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂનાં ગુન્હા નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાકેશભાઈ બાબુભાઈ દેસાઈ (રહે.સરગમ કોમ્પ્લેક્ષ,ડોક્ટર હાઉસ પાસે,વરાછા-સુરત)ને વ્યારાના ટીચકપુરા બાયપાસ હાઇવે પાસેથી ઝડપી લઇ તેની પૂછપરછ હાથ ધરતા તેણે વ્યારા પોલીસ મથકે નોંધાયેલ ગુન્હાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે પકડાયેલ વોન્ટેડ આરોપીની અટકાયત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.




Users Today : 3
Users Last 30 days : 907
Total Users : 11403