થોડાક વર્ષો પૂર્વેની સત્ય ઘટના એવી છે કે, છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ઇનામની રકમ માટે ધક્કા ખાઈ રહેલા 70 વર્ષના વૃદ્ધનું નામ દરોડાનો શિકાર બનેલી પાર્ટીને આપી દેવાની ધમકી : PMOમાં ફરિયાદ
ઇન્ફોર્મરની માહિતીથી આયકરની રૂા.19 કરોડની આવક થઈ ખેર, ગુજરાત અને અમદાવાદની ત્રણ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી આવકવેરાની ચોરીની ઇન્ફોર્મર તરીકે બાતમી આપ્યા પછી અને આવકવેરા અધિકારીઓને દરેક સ્થળનો રૂબરૂ પરિચય કરાવી બાતમી આપનાર ઇન્ફોર્મરને ઇનામના કાયદેસર મળતા રૂા. 50 લાખની રકમમાંથી આવકવેરા અધિકારીઓ કટકી માગી રહ્યા છે એવો સીધો આક્ષેપ પ્રધાનમંત્રી કાર્યાલયને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ ફરિયાદના અનુસંધાનમાં પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પ્રતિભાવ પ્રિન્સિપાલ ચીફ કમિશનરને મોકલી આપવામાં આવ્યો હોવા છતાંય આયકર અધિકારીઓ કટકીની રકમ છોડવા માગતા જ નથી. અમદાવાદના ડીડીઆઈટી (ઇન્વેસ્ટિગેશન) યુનિટ-2ને ત્રણ કેસની માહિતી આપવામાં આવી હતી. આ ત્રણ કેસમાં બાતમીને આધારે આવકવેરા ખાતાએ દરોડા પાડયા હતા.આ દરોડામાં એક ગુ્રપમાંથી રૂા. 19 કરોડનું ડિસ્ક્લોઝર અને રૂા. 5.90 કરોડનો ટેક્સ આવ્યો હતો. જ્યારે બીજા ગુ્રપમાંથી રૂા. 28 કરોડનું ડિસ્ક્લોઝરન અને રૂા. 9 કરોડથી વધુ રકમનો આવકવેરો મળ્યો હતો. આ જ રીતે ત્રીજા ગ્રૂપમાંથી રૂા. 15.05 કરોડનું ડિસ્ક્લોઝર અને રૂા. 5 કરોડથી વધુ રકમની આવક આયકર કચેરીને થઈ હતી. આયકર કચેરીએ આમ ત્રણ કેસમાં મળીને રૂા. 19થી 20 કરોડની આવક કરી હતી.
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ફોર્મર તરીકે આપેલી બાતમીને આધારે પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહી પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને ડીજીઆઈટી (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈનના વખતમાં કરવામાં આવી હતી.આ દરોડાની કાર્યવાહીમાં વિમલ કુમાર મીણા પણ જોડાયેલા હતા. પ્રધાનમંત્રી કાર્યલયને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ 2016માં તેમને રિવોર્ડની રકમ મળવા પાત્ર હતી. ત્યારબાદ પણ અમિત જૈનને બીજી બે કંપનીઓની કરચોરીની તમામ પુરાાવાઓ સાથેની બાતમી આપી હતી. ડીડીઆઈટી (ઇન્વેસ્ટિગેશન) ના મનીષ અજુડિયાના હાથમાં આ તમામને લગતા પુરાવાઓ પણ આપવામાં આવ્યા હતા.જાન્યુઆરી 2017માં મનીષ અજુડિયાની ફોન પર આવેલી રિક્વેસ્ટને આધારે કરચોરી કરનારના દરેક ઠેકાણા બતાવી દીધા હતા. આ દરોડા પછી મળવા પાત્ર ઇનામની રકમ આપવાનું આવકવેરા અધિકારીઓ ટાળવા માંડયા હતા. પરિણામે પ્રિન્સિપાલ ચીફ કમિશનર એ.કે. જયસ્વાલને પણ રૂબરૂ મળીને હકીકત જણાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એક કંપનીમાંથી પકડાયેલી કરચોરી માટે રિવોર્ડની રકમ આપવા માટે જણાવ્યુંત્યારે વિમાલ કુમારે તેમને તથા અમિત જૈનને ઇનામની રકમમાંથી કટ આપવાની વાત કરી હતી.આજ સુધી રિવોર્ડ તરીકે ઘણી રકમ લઈ ગયા છો. પરંતુ ઇનામની રકમમાંથી કટ આપવાની ઇન્ફોર્મરે ના પાડતા ગાળો આપી તગેડી મૂક્યા હતા. તેમ જ દરોડા હેઠળની પાર્ટીને નામ આપી દેવાની ધમકી પણ આપી હતી. તે વખતના નાણાં સચિવ હસમુખ અઢિયાને પણ પત્રની નકલ મોકલવામાં આવી હતી.(ગહન અભ્યાસ આધારિત )




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237