તાપી જિલ્લાના વ્યારાના મગરકુઈ ગામમાં દીપડાએ બકરીનો શિકાર કરતાં પશુપાલકો અને રહીશોમાં ફડફડાટ સાથે ભય વ્યાપી ગયો છે. મગરકુઈ ગામના નિશાળ ફળિયામાં બકરાં પાલન કરતા સુમનભાઈ દીવાનજીભાઈના ઘરે બાંધેલી બકરી ઉપર ગતરાત્રિએ દીપડાએ હુમલો કર્યો હતો.
બકરાનો અવાજ આવતા પરિવારજનો જાગી ગયા હતા અને બકરીને દીપડાના મુખમાંથી છોડાવી હતી, પરંતુ ગંભીર ઈજાથી બકરીનું મોત થયું હતું. દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. લોહી ચાખી ગયેલો દીપડો ફરી હુમલો કરી શકે તેવા ભય વચ્ચે રહીશોએ વનવિભાગને તાકીદે પાંજરાની ગોઠવણ કરી દીપડાને પકડે તેવી માગ કરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243