Explore

Search

February 13, 2026 9:48 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ડોસવાડા ગામે પીકઅપ ટેમ્પો અડફેટે આવતાં મોપડ બાઈક પર સવાર બે યુવકો ઈજાગ્રસ્ત

સોનગઢના ડોસવાડા ગામના ડુંગરી ફળિયાના ચાર રસ્તા પાસે જાહેરમાં પીકઅપ ટેમ્પોના ચાલકે મોપડ બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે યુવકો ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના આમપાડા ગામે રહેતા સાઉલ દિનજ ગાવીતનો ગત તારીખ ૧૯-૦૧-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાનો પીકઅપ ટેમ્પો નંબર જીજે-૨૬-ટી-૯૫૪૩ને લઈ ડોસવાડા ગામના ડુંગરી ફળિયાના ચાર રસ્તા પાસે જાહેરમાં રોડ ઉપરથી પસાર થતા હતા તે સમયે સોનગઢના ડોસવાડા ગામના ઓવારી ફળિયામાં રહેતો આશિષ ગણપતભાઈ ગામીતની TVS મોપેડ બાઈક નંબર જીજે-૨૬-એજી-૪૪૫૪ને અડફેટેમાં લઈ રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં આશિષભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મોપેડ બાઈકની પાછળ સવાર સંતોષભાઈ હિતેશભાઈ ગામીતને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે કિરણભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ નારોજ પીકઅપ ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 6
Users Today : 13
Users Last 30 days : 1160
Total Users : 13106