વ્યારાના પનીયારી ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર વ્યારાથી ટીચકપુરા જતાં રોડ ઉપર રીક્ષા પલટતા રિક્ષામાં સવાર એક આધેડને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના પનીયારી ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર વ્યારાથી ટીચકપુરા જતાં રોડ ઉપર નહારી હોટલની સામે ગત તારીખ ૧૯/૦૧/૨૦૨૫ નારોજ રીક્ષા નંબર જીજે/૨૧/ટી/૭૪૪૯ના ચાલક જગુભાઈ નગીનભાઈ ચૌધરી (રહે.બેલ્દા ગામ, નદી ફળિયું, વાલોડ)નાએ પોતાના કબ્જાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે રીક્ષા પલટી જતાં રિક્ષામાં સવાર લાલસીંગભાઈ રેમજીભાઈ ચૌધરી (ઉ.વ.૬૦., રહે.બેલદા ગામ, પટેલ ફળિયું, વાલોડ)નાઓને માથાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે જગુભાઈ નગીનભાઈ ચૌધરી (રહે.બેલદા ગામ, નદી ફળિયું, વાલોડ)એ તારીખ ૨૯/૦૧/૨૦૨૫ નારોજ વ્યારા પોલીસ મથકે રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249