વાલોડના બાજીપુરા બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફેટે લીધું હતું જયારે રોડ પર પટકાયેલા ચાલકના માથા પરથી વાહનનું ટાયર ફરી વળતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના બાજીપુરાના અનિલ મનોજભાઈ ઠાકોર (ઉ.વ.૨૬, રહે.બાજીપુરા જલધારા બોરવેલની બાજુમાં) તારીખ ૨૭ જાન્યુઆરી નારોજ મોપેડ નંબર જીજે/૨૬/એલ/૨૫૪૦ને લઈને રાત્રીના સમયે બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા હતા. તેઓ વ્યારાથી બારડોલી તરફ જતાં ટ્રેક ઉપર ભેરુનાથ હોટલ નજીક રસ્તા પાસેથી નીકળ્યા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અનિલની મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેઓ રોડ પર પટકાયા હતા ત્યારે માથા પરથી ટાયર ફરી વળતા તેમનું મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે અજાણ્યો વાહન ચાલક ગુનો કરી ભાગી ગયો હતો.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249