વ્યારા તાલુકાના એક ગામમાંથી તાપી 181 મહિલા હેલ્પ લાઈન ટીમને મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેમનું પાંચ વર્ષનું બાળક છે જે તેમના સાસુ પાસે રહે છે, મહિલા બાળક માંગે તો તેમની પર હાથ ઉપાડે છે અને ઝગડો કરે છે. જેથી કોલ આવતાં તાપીની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે, મહિલાના પતિનું એક વર્ષ પહેલાં બીજી સ્ત્રી સાથે સંબંધ હતા, જે વાતની જાણ મહિલાને થતાં તેમણે તેમના પતિ પર કાર્યવાહી કરી કેસ કર્યો હતો ત્યાર બાદ મહિલા એ તેમના બાળકનું વિચારી તેમના પતિને સુધરવાનો એક મોકો આપ્યો હતો અને સમાધાન કર્યું હતું.
પરંતુ મહિલાએ તેમના પતિ પર કેસ કરવાના કારણે, મહિલા સાથે સાસરીમાં તેમના પતિ અને સાસુ હેરાનગતિ કરવા લાગ્યા અને તેમની સાથે કોઈ બોલતું ન હતું તેમની સાથે કોઈ જમતા ન હતા, તથા મહિલા તેમના બાજુંના ઘરમાં એકલા ઊંઘતા અને તેમના પતિ તેમનું બાળક લઈ બીજા રૂમમાં સુઈ જતા તેઓ એવું વર્તન કરતાં કે મહિલાએ ખૂબ મોટી ભૂલ કરી હોય, તેમજ મહિલા તેમના બાળકને તેમની પાસે સુવા માટે લઈ જતાં તો તેમનાં સાસુ બાળક આપતા ના હતાં અને આજ બાબતે મહિલા પર તેમના પતિએ હાથ ઉપાડી ઘરમાંથી બહાર કાઢવા ધક્કો માર્યો હતો માટે મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ દ્વારા સ્થળ પર જ મહિલાના પતિ અને સાસુને સમજાવ્યા કાયદાની સમજ આપી, મહિલાની કોઈ ભૂલ ના હોવા છતાં તેમની સાથે ગેરવર્તન કરતાં સમજણ આપી હતી અને મહિલાને બાળક સાથે રહેવા દેવું તેમના હક્કો વિશે સમજણ આપી હતી.
મહિલાને હવે પછી સમસ્યા ના થાય તે વાતનું ધ્યાન રાખવા જણાવેલ અને બીજી વાર આમ બાળક છીનવી લેવું નહીં તેનું ધ્યાન રાખવા જણાવેલ હતું. મહિલાના પતિ તથા સાસુ સમજી જતાં સારી રીતે તથા સમજીને રહેવા જણાવી તેમને કાયદાકીય માહિતી આપેલ તથા મહિલાને તેમના બાળક જોડે સાસરીમાં રાજીખુશીથી રહેવા જણાવી તેમની વચ્ચે તાપીની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સમાધાન કરાવેલ હતું.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248