તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ટ્રેક્ટર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરી કુવાનું ખોદકામ કરતા ચાર ઈસમોને ઝડપી પાડી કૂલ રૂપિયા ૧,૦૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ તથા અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇ નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ (રહે.વેલદા ગામ, ચૌધરી ફળિયા, તા.નિઝર, જી.તાપી)નાઓ પોતાના ખેતરમાં એક ટ્રેક્ટર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરી કુવાનું ખોદકામ કરી રહેલ છે. તેવી બાતમીના આધારે બાતમી વાળી જગ્યા વેલદા ગામની સીમમાં આવેલ ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ (રહે.વેલદા ગામ)નાઓના ખેતરમાં આવી તપાસ કરતાં મળેલ બાતમી મુજબ તપાસ કરતા કુવામાં બ્લાસ્ટીંગ કરેલ હતું અને ખેતરમાં એક ટ્રેકટર તથા ચાર ઈસમો ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ (રહે.વેલદા ગામ, ચૌધરી ફળિયા, તા.નિઝર, જિ.તાપી), રામચંદ્ર નંદાજી ભીલ (આશરે ઉ.વ.૫૦., મુળ રહે.સુવાણા ગામ, ચામુંડામાતાજી કા ખેડા થાના સુવાણા, જી.ભીલવાડા, રાજસ્થાન.), હાલ રહે.નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટના મકાનમાં તથા જમનાલાલ સોહનલાલ જાટ (મુળ રહે.સુવાણાગામ મોતી ચોક, કિર મૌયલા થાના સુવાણા, જિ.ભીલવાડા, રાજસ્થાન) હાલ રહે.નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટના મકાનમાં અને ધનરામ લાદુ કીર (રહે.સુવાણાગામ ચામુંડામાતાજી કા ખેડા થાના સુવાણા જી.ભીલવાડા, રાજસ્થાન) હાલ રહે.નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટનાઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે ૦૭ નંગ ઝીલેટીન સ્ટીક સ્ફોટક પદાર્થ કિ.રૂ.૧૪૦૦/-, બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલ લાલ કલરનો કેબલ વાયર આશરે ૭૦ મીટર લંબાઇનો કીં.રૂ.૭૦૦/-, બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલ કાળા કલરનો કેબલ વાયર આશરે ૬૦ મીટર લંબાઇ નો કીં.રૂ.૬૦૦/-, એક ઇલેક્ટ્રીક કરંટ માટેની લાકડાના બોક્ષમાં મુકેલ બેટરી કીં.રૂ.૫૦૦/-, એક ટ્રેક્ટર જેની કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- અને એક મોબાઇલ મળી કૂલ રૂપિયા ૧,૦૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધમાં નિઝર પોલીસ સ્ટેશન બી.એન.એસ. કલમ ૨૮૮,૫૪ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૯૦૮ની કલમ ૪,૫,૬ તથા સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૫,૯(૧)બી,૧૨ મુજબની કાર્યવાહી કરી કરેલ હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249