Explore

Search

June 14, 2026 2:10 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ગાળકુવા પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજ્યું

સોનગઢ તાલુકાના ચકવાણ ગામે ડેલા ફળિયામાં રહેતા ખેડૂત મુકેશભાઈ કાંતિભાઈ ગામીતના બે સંતાનમાં નાનો પુત્ર તૃપ્તેશ (ઉ.વ.૨૧) સુરતના સચિન ખાતે વેફર્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. ત્યારે ગુરુવારે પોતાની મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એસી/૩૦૭૮ લઈને સચીનથી ઘરે ચકવાણ ગામ જવા નીકળ્યો હતો. તે સમયે રસ્તામાં સોનગઢ તાલુકાના ગાળકુવા ગામે દાદરી ફળિયામાં નવું ગરનાળું બની રહ્યું હતું. જેથી રસ્તા ઉપર ડાઇવર્ઝનનું સાઈન બોર્ડ મુક્યું હતું.

જોકે રાત્રે તૃપ્તેશ પૂરઝડપે પસાર થતો હતો તે વખતે સાઈન બોર્ડ જોયા વગર આગળ ઘસી આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી મોપેડને સ્લીપ ખવડાવી હતી. જેમાં માથાનાં ભાગે ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત લઈ જતા રસ્તામાં તૃપ્તેશ ગામીતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સંજયભાઈ ગામીતે પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 6 1
Users Today : 4
Users Last 30 days : 276
Total Users : 14361