Explore

Search

December 30, 2025 4:40 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી : પિતાનાં હાથે માસુમ બાળકીની હત્યા, ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું

સોનગઢનાં કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે હત્યાના ગુન્હામાં બાળકીના પિતાની ધરપકડ કરી છે, જેમાં પિતાએ ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાનાં કુંકડાડુંગરી ગામેથી એક દોઢ વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી. પોલીસે ડોગસ્ક્વોડ સહિતના વિવિધ તપાસ માધ્યમો થકી તપાસ હાથ ધરી ગણતરીનાં કલાકોમાં હત્યાનો મામલો સુલઝાવીને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો હતો. ત્યારબાદ વધુ જાણવા મળ્યું હતું કે, પિતાએ ખુદ ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ બાળકીના પિતા વિરલ ગામીતની પોલીસે અટક કરી કોર્ટ કસ્ટડીમાં ધકેલી દીધો છે. પોલીસ પૂછપરછમાં હત્યારા પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘરકંકાસના ઝગડાને લઈ કરી હોવાની કબૂલાત કરી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ક્રૂર પિતાની આ કારતૂતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટના અંગે નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું કે, તારીખ 25 જાન્યુઆરીના રોજ હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં કુકડાડુંગરી ગામમાં આરોપી વિરલ ગામીતે પોતાની દોઢ વર્ષની દીકરીને ધાબા પર રહેલી પાણીની ટાંકીમાં નાખીને હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે. હાલ તો આરોપી પિતાને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી આ મામલે પોલીસ હાલ હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જયારે એક પિતા દ્વારા પોતાની જ માસૂમ દીકરી સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 4 0 4
Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404