વ્યારા શહેરમાં રહેતા એક મહિલાના પાડોશી મહિલા દ્વારા કાયમના માનસિક ત્રાશ અને રોજ રોજ ડાકણ કહી હેરાનગતિ કરતા હોવાથી મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી હતી.
તાપી ટીમ ને કોલ મળતા તાત્કાલિક આપેલા સ્થળ પર પહોંચી તમામ હકીકત જાણી તો પીડિત મહિલાએ હકીકત જણાવેલ કે મારાં પતિનું 2 વર્ષ પહેલા અવસાન થયું છે અને હાલ 8 માસ પેલા મારાં દીકરાનું પણ અવસાન થયેલ છે એટલે તેઓ દીકરી સાથે 2 જણા ઘરમાં રહે છે દીકરી અભ્યાસ કરે છે જેથી મહિલા બીજાના ઘરમાં ઘરકામ કરી પોતાનું અને દીકરી નું ગુજરાન ચલાવે છે તેમજ અભ્યાસ નો ખર્ચ ઉઠાવે છે.પડોશી મહિલા દરરોજ કોઈ ને કોઈ બાબતે ઝગડા કરે છે કેફી દ્રવ્યો નું સેવન કરી આવી ગાળા ગાળી કરે છે પીડિતા ને ડાકણ છે તારા દીકરા ને ખાઈ ગઈ પતિ ને ખાય ગઈ એમ કહી માનસિક ત્રાશ આપે છે દરરોજ હેરાનગતિ કરતા હોવાની હકીકત જાણવા મળેલ.તમામ હકીકત જાણી સ્થળ પર બંને પક્ષને સમજાવેલ કે કોઈ ને ડાકણ કહી ઝગડો નહિ કરવો અને હેરાનગતિ નહિ કરવી તેમજ ડાકણ કહી ઝગડો કરવો એ ગુનો બને છે કોઈ પણ વ્યક્તિનું જન્મ અને મૃત્યુ કુદરતી છે કોઈ વ્યક્તિના હાથમાં નથી જેથી ડાકણ કહી કોઈ ને માનસિક હેરાનગતિ કરવી નહિ અને નશો કરવો એ પણ ગુનો છે જે વિશે સમજ આપી સામા પક્ષે પોતાની ભુલ સ્વીકારી પીડિતાની માફી માંગી ફરી વાર આવી ભૂલ ના થાય જેની બહેદારી આપી સ્થળ પર સમાધાન કરાવ્યું હતું.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250