વાલોડ તાલુકાના ગોલણ ખાખર ફળિયામાં પત્નીને પાપડ વણવામાં પતિએ મદદ ન કરી ટીવી અને ક્રિકેટ જોવા જતો રહેતા માઠું લાગી આવતા પત્નીએ ગળે ફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું.
વાલોડ તાલુકાના ગોલણ ખાખર ફળિયામાં જયશ્રી કલ્પેશ ચૌધરી (રહે.ગોલણ) ૧૩મી જાન્યુઆરીના રોજ તેમના બપોરના બે વાગ્યે તેમના પતિ કલ્પેશભાઈ સાથે પાપડ વણતા હતા. પતિ અચાનક પાપડ વણવાનું બંધ કરી ટીવી જોવા લાગ્યો હતો.
ત્યાર બાદ ફળિયામાં ક્રિકેટ રમતા છોકરાઓને જોવા નીકળી ગયો હતો. પોતાને મદદ ન કરતો હોવાની વાતે મનમાં લાગી આવતા જયશ્રીએ પોતાના ઘરમાં લાકડાના આડિયા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404