સોનગઢનાં શિવાજી નગરમાં બાકી રહેલ રૂપિયા બાબતે કાકાએ ભત્રીજાને લાકડીનો ફટકો મારી ઈજા પહોચાડી હતી તેમજ ભત્રીજાને અને ઘરનાં સભ્યોને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગણેશનગર મહાદેવ મંદિર પાસે રહેતા મુકેશભાઈ મોરારભાઈ પરમાર નાંઓ તારીખ ૧૨/૦૧/૨૦૨૫ નાંરોજ પોતાના ભાઈ સુરેશભાઈ મોરારભાઈ પરમાર નાં ઘરે જઈ મકાનનાં બાકી રહેલ રૂપિયા બાબતે તેમના ભત્રીજા પ્રકાશભાઈ સુરેશભાઈ પરમાર (રહે.શિવાજી નગર, સોનગઢ)નાંઓ બોલાચાલી ઝઘડો અને તકરાર કરી નાલાયક ગાળો આપી હતી તેમજ દીવાલ ઉપર લગાવેલ ટીવી હાથથી ખેંચી લઈ નીચે ફેંકી દીધી હતી. તેમજ ઘરમાં રહેલ લાકડી લઈ પ્રકાશભાઈને મારવાની કોશિશ કરી હતી તે સમયે પ્રકાશભાઈએ પોતાનો બચાવ કરતા ડાબો હાથ ઉંચો કરતા ડાબા હાથમાં લાકડી વડે એક ફટકો મારી દીધો હતો.
ત્યારબાદ ઘરમાં રહેલ ફ્રીજ, ટીવી, તથા ઘરમાનો ઘર વખરીનો સમાન તેમજ ઘરના સિમેન્ટનાં પતરા પણ તોડ ફોડ કર્યા હતા અને મુકેશભાઈએ કહ્યું હતું કે, આજે તો તમારા ઘરના કોઈ પણ સભ્ય મળશે તો તેઓના પણ હાથ પગ તોડી નાંખીશ અને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જોકે આ મારામારી અને તોડફોડમાં ઘર સરસામનનો રૂપિયા ૨૭,૦૦૦/-નું નુકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે પ્રકાશભાઈ સુરેશભાઈ પરમારનાંએ સોનગઢ પોલીસ મથકે તેના કાકા મુકેશભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404