સોનગઢનાં કાવલા ગામની સીમમાં સરાદીયાભાઈ રેશમાભાઈ ગામીતનાં ઘરની સામે રોડનાં વળાંક પાસે બાઈક ચાલકે પોતાની બાઈક પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ જતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ખગોળગામનાં નદી ફળીયામાં રહેતો ૩૦ વર્ષીય રવીન્દ્રભાઈ ફુલજીભાઈ ગામીત નાંઓ ગત તારીખ ૧૨/૦૧/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની યુનિકોર્ન બાઈક નંબર જીજે/૧૯/એન/૪૭૭૪ને કાવલા ગામની સીમમાં સરાદીયાભાઈ રેશમાભાઈ ગામીતનાં ઘરની સામે રોડનાં વળાંક પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબ્જાની બાઈક પરનો કાબુ રોડ પર આવેલ વળાંકનાં ભાગેથી રોડની સાઈડમાં આવેલ સાગના ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક રવીન્દ્રભાઈને મોઢાના ભાગે નાક પર તેમજ માથાના કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મૃતક યુવકનાં ભાઈ મહેન્દ્રભાઈ ફુલજીભાઈ ગામીતએ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404