વ્યારાનાં ચીખલી નાકા પાસે હાઈવે રોડ ઉપર બસ સ્ટેશન પાસે કાર અડફેટે આવતાં બાઈક સવાર પિતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં તાડકુવા ગામનાં સંસ્કૃતિ સોસાયટીમાં રહેતા પરેશભાઈ કૈલાસચંદ્ર અગ્રવાલનો તારીખ ૧૧/૦૧/૨૦૨૫ નાંરોજ સાંજનાં સમયે પોતાના કબ્જાની ક્રિયા કાર નંબર જીજે/૨૬/એબી/૪૭૬૧ને ચીખલી નાકા પાસે હાઈવે રોડ ઉપરનાં બસ સ્ટેશન પાસે બેદરકારીથી હંકારી લાવી રહ્યા હતા. તે સમયે મારૂતિભાઈ વાઘમારે બાઈક નંબર જીજે/૧૯/એચ/૮૫૧૮ને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં મારૂતિભાઈને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી તેમજ ડાબા પગે ફ્રેકચર થયું હતું, જયારે તેમની પુત્રી પૂનમબેન મારૂતિભાઈ વાઘમારેને પણ માથાના પગે ઈજા પહોંચી હતી અને ડાબા પગે ફ્રેકચર થયું હતું. બનાવ અંગે સિધાર્થ મારૂતિભાઈ વાઘમારેએ કાર ચાલક પરેશભાઈ અગ્રવાલનાં વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404