વ્યારાનાં નગરમાં યુવક જનકનાકા ઉપર બેસવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તાડકુવા ગામમાંથી પસાર થતી સુરતથી નવાપુર તરફ જતી રેલ્વે ટ્રેકનાં ગેટ પાસે પાટા ઉપર પોતાનું માથું મુકી આત્મહત્યા કરી લીધી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજ્ન, વ્યારાનાં કાનપુરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ પ્લોટ નં.૧૭૨ નવી પોલીસ લાઇન પાસે રહેતા ગૌતમભાઈ ધનજીભાઈ બથવાર (ઉ.વ.૨૭) ગત તારીખ ૨૮/૧૨/૨૦૨૪ નાં રોજ જનકનાકા ઉપર બેસવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતા. પરંતુ મોડી રાત્રિ સુધી ઘરે યુવક નહિ આવતા તેમજ મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. જયારે આ યુવકનાં તાડકુવા ગામમાંથી પસાર થતી સુરતથી નવાપુર તરફ જતી રેલ્વેના ટ્રેકના ગેટ નં.૫૧-બી પાસે, થાંભલા નંબર ૫૮-૩૦ નજીક રેલ્વેનાં પાટાની ઉપર પોતાનું માથું મુકી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. રેલ્વે પાટા ઉપર પડતું મુકી યુવકે જીવન ટુંકાવી લીધું હતું.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404