વ્યારા તાલુકાનાં ચીખલવાવ ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વ્યારાથી કાકરાપાર જતા રોડ ઉપર ચીખલવાવ ગામના નિશાળ ફળિયામાં પુલ પાસે ગત તારીખ ૨૭/૧૨/૨૦૨૪નારોજ મારૂતિ સુઝુકી આરટીકાનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી મોટરસાઇકલને અડફેટે લેતાં ચાલક રાહુલભાઈ મંગાભાઈ ગામીત રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું.
જોકે રાહુલ ગામીત (ઉ.વ.૩૭, રહે.ચીખલવાવ, ગામીત ફળિયું, વ્યારા) સોનગઢ કામ પરથી બીજા કામે ઉંચામાળા કેનાલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જેઓને અકસ્માત નડતા મોત થયું હતું. જયારે અકસ્માત કરનાર ચાલક કાર સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો.




Users Today : 5
Users Last 30 days : 909
Total Users : 11405