Explore

Search

February 14, 2026 3:56 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi news: નાલોઠા ગામનાં નવી વસાહત ફળિયામાંથી દારૂનું વેચાણ કરતો એક ઝડપાયો

વાલોડનાં નાલોઠા ગામના નવી વસાહત ફળિયામાંથી વગર પાસ પરમિટે દારૂનું વેચાણ કરનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૫/૧૨/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં બેસી બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. રેડમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નાલોઠા ગામનાં નવી વસાહતમાં રહેતો સુંદરભાઈ લલ્લુભાઈ ચૌધરી પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતે બાતમીવાળો ઈસમ હાજર મળી આવ્યો હતો જેને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુ તપાસ કરતા પજરીનાં ભાગે એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૬૯ નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 7
Users Today : 1
Users Last 30 days : 1161
Total Users : 13107