Explore

Search

February 14, 2026 3:56 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi news: ઉચ્છલનાં ચચરબુંદા ગામે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

ઉચ્છલનાં ચચરબુંદા ગામેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ પર બાઈક ચાલકે પોતાના બાઈકનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી.

બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં ધુલિયાનાં તીખી મહારાજ મંદિર પાસે રહેતા સાજનભાઈ નામદેવભાઈ જાદવ (ઉ.વ.૩૦)નાંઓ ગત તારીખ ૨૫/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર એમએચ/૪૧/એકે/૪૨૬૦ને પુરઝડપે અને ગફલતભરી રીતે ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ પરથી હંકારી લાવી રહ્યા હતા. તે સમયે ચચરબુંદા સુરત-ધુલિયા નેશનલ ઉપર રોડની સાઇડ ઉપર આવેલ ડિવાઈડર સાથે અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મનિષભાઈ પીન્ટુભાઈ ચૌહાણ (રહે.તીખી ખંડેરાવ મહારાજ મંદિર પાસે, ધુલિયા મહારાષ્ટ્ર)નાંઓને ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક સાજનભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મનિષભાઈ ચૌહાણનાંએ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ નાંરોજ ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુન્હો નોંધ્યો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 7
Users Today : 1
Users Last 30 days : 1161
Total Users : 13107