તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં ખોડદા ગામેથી એક બોગસ ડોક્ટરને એલોપેથીક દવાનાં જથ્થા સાથે જેની કિંમત રૂપિયા ૫૯,૨૦૩/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. અજયભાઈ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે નાઓ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી તેમજ સરકારી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિઝર તાલુકાનાં ખોડદાગામ, પટેલ ફળિયામાં પોતાના મકાનમાં એક બોગસ ડોકટર નામે સુભાષભાઈ શંકરભાઇ પાટીલ નાઓ કોઇપણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરે છે અને આજુબાજુનાં ગામમાંથી આવતાં બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી, સારવાર કરી પ્રેક્ટીશ કરતાં હોવાની ચોક્ક્સ અને પાક્કી બાતમી મળી હતી.
જેના આધારે નિઝર તાલુકાનાં હેલ્થ ઓફીસરને સાથે રાખી, બાતમીવાળી જગ્યાએ પહોંચી રેઇડ કરતાં, બોગસ ડોક્ટર આરોપી સુભાષભાઇ શંકરભાઇ પાટીલ (ઉ.વ.૫૪., હાલ રહે.ખોડદા ગામ, પટેલ ફળિયું, નિઝર, જિ.તાપી, મુળ રહે.વેલ્દા ગામ, બાલાજી નગર, તા.નિઝર) નાઓ અલગ-અલગ એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગતું સામાનનો જથ્થો મળી કુલ રૂપિયા ૫૯,૨૦૩/-નાં મુદામાલ સાથે પકડાઇ જતાં તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી તેના વિરુદ્ધમાં નિઝર પોલીસે તથા ગુજરાત મેડીકલ પ્રકટીશનર એક્ટ કલમ ૩૦ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 5
Users Last 30 days : 909
Total Users : 11405