તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં વેલ્દા ગામનાં સરદારપુર ફળિયામાંથી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ૧૦ જુગારીઓને કુલ રૂપિયા ૧,૦૯,૭૮૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફનાં માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. હસમુખભાઇ વીરજીભાઈ નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વેલ્દા ગામનાં સરદારપુર ફળીયામાં રહેતા સંજયભાઈ પ્રતાપભાઈ ગોસ્વામી નાંઓનાં ઘરનાં આગળની ભાગે આવેલ ખુલ્લા ઓટલા પર કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયાઓ વડે હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પહોંચી સ્થળ ઉપરથી જુગાર રમતા સુરેશ ઉર્ફે સુર્યા વસંતભાઈ નાઇક (ઉ.વ.૫૫., રહે.વેડપાડા ગામ, નિઝર), પ્રવિણભાઇ વિલાસભાઇ મહાજન (ઉ.વ.૨૪., રહે.ધાનોરા યુનિયન બેંકની બાજુમાં,નંદુરબાર), નસરૂલ્લાખા ગફારખા પઠાન (ઉ.વ.૫૮., રહે.વેલ્દા ગામ, મજીદની બાજુમાં, નિઝર), અરવિદભાઇ જાલમસિંગભાઇ વળવી (ઉ.વ.૪૪., રહે.વેલ્દા ગામ, ગાંધીનગર ફળિયુ, નિઝર), હરીશભાઇ જેમુભાઇ વસાવા (ઉ.વ.૫૪., રહે.ચઢવાણ ગામ, ઉચ્છલ), અજયભાઇ ગોંવિદભાઇ ગાવિત (ઉ.વ.૩૪., રહે.કરંજવે ગામ, તા.જી-નંદુરબાર), અનિલભાઇ પ્રતાપભાઇ ગોસ્વામી (ઉ.વ.૪૬., રહે.વેલ્દા ગામ, સરદારપુરા હનુમાનજી મંદીર પાસે, નિઝર), સિકદરખાન યુસુફખાન મુસલમાન (ઉ.વ.૩૮., રહે.વેલ્દા ગામ, ભવાની ફળિયું, નિઝર), સંજયભાઈ પ્રતાપભાઈ ગોસ્વામી (ઉ.વ.પર., રહે.વેલ્દા ગામ, સરદારપુરા હનુમાનજી મંદીર પાસે, નિઝર) અને બેરા ઉર્ફે ચીતરસિંગ સરવરસિંગ વળવી (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર)નાઓને ગેરકાયદેસર રીતે જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
આમ, પોલીસે ઝડપાયેલ તમામ જુગારીઓની અંગઝડતી તથા દાવ પરનાં રોકડા રૂપિયા ૮૧,૨૮૦/- તેમજ ગંજીપાના અને ૭ નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા ૧,૦૯,૭૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 5
Users Last 30 days : 909
Total Users : 11405