સોનગઢ નગર કોંકણી-કુનબી-કુંકણા સમાજનો સ્નેહ મિલન સંમેલન તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રવિવારે આદિવાસી ભવન, સોનગઢ ખાતે તાપી જિલ્લા કોંકણી-કુનબી-કુંકણા સમાજના આગેવાન ભીમસિંગભાઈ કોકણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારંભમાં તાપી જિલ્લા કોંકણી-કુનબી-કુંકણા સમાજ વિકાસ મંડળના ઉપપ્રમુખ રાજેશભાઈ કોકણી, મંત્રી તુલસીરામભાઈ ભોયે, વિનયભાઈ કોકણી, કનુભાઈ કોંકણી, જશવંતભાઈ કોકણી અને વિરલભાઈ કોકણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં સોનગઢ નગરના કોકણી સમાજનો ખૂબ મોટો જનસમૂહ ભેગો થયો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા કનસરી માતાના પૂજન અને ધરતી વંદનાથી કરવામાં આવી હતી. મહેમાનોનું પારંપરિક ટોપી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સોનગઢ નગર કોંકણી-કુનબી-કુંકણા સમાજના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ મુકેશભાઈ કોકણી, મંત્રી વસંતભાઈ કોકણી અને ખજાનચી અમિતભાઈ કોકણી સહિત ૨૧ કારોબારી સભ્યોનું પારંપરિક ટોપી, ગમછા અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું, જ્યારે મહિલા કારોબારી સભ્યોનું ફડકી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સમાજના વડીલોને પણ આદરપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા. જયારે વિરલભાઈ કોકણીએ પોતાના પ્રવચનમાં સમાજને શિક્ષણ અને આરોગ્ય જેવી ગંભીર સમસ્યાઓમાંથી બહાર લાવવા માટે એકતા પર ભાર મૂક્યો. તુલસીરામભાઈ ભોયેએ ‘કોંકણી-કુનબી-કુંકણા’ શબ્દોનાં અર્થ વિશે માર્ગદર્શન આપ્યું અને પરંપરાગત વિધિઓ અંગે જાણકારી આપી. જશવંતભાઈ કોકણીએ યુવાનોને સમાજને દુષણમુક્ત બનાવવા માટે પ્રેરણા આપી. સમારંભના અધ્યક્ષ ભીમસિંગભાઈ કોકણીએ સમાજ કાર્યમાં મહિલાઓના યોગદાન અને ઉદભવતી વિવિધ મુશ્કેલીઓના ઉકેલ અંગે વાત કરી. કાર્યક્રમ દરમિયાન સમાજની બાળાઓએ આદિવાસી કોકણી નૃત્ય રજુ કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249