વ્યારાનાં ઉંચામાળા અણુમાલા ટાઉનશીપ ખાતે એક સાથે બે મકાનનાં તાળા તોડી ત્રીજા મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર ઈસમની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ,તાપી જિલ્લાનાં ઉંચામાળા અણુમાલા ટાઉનશીપ ખાતે મકાન નંબર ડી/૨૮/૦૧માં રહેતા કપિલભાઈ હરસુખરાય જોષી (મૂળ રહે.ગોંડલ, યોગીનગર સોસાયટી, મેઘનાથ મંદિરવાળી શેરી અક્ષરમંદિર સામે)નાંઓનાં મકાનમાંથી ગત તારીખ ૧૪/૧૨/૨૦૨૪નાં રોજ તેમના મકાનનાં મુખ્ય દરવાજાનું તાળું તથા ઈન્ટરલોક કોઈ સાધન વડે અથવા અન્ય રીતે તોડી મકાનમાં પ્રવેશ મેઈન બેડરૂમમાં રાખેલ પતરાના કબાટનાં દરવાજાને કોઈ સાધનોથી ખોલી નાખ્યો હતો. તેમજ કબાટમાં રહેલ નાના લોકરને લપક પણ તોડી તેમાં મુકેલ જુના ધાતુનાં આશરે ૧૦ સિક્કા તથા ચાંદીનાં ૭ સિક્કા હતા જે અજાણ્યો ચોએ ઈસમ ચોરી કરી લઈ જવામાં સફળ રહ્યો હતો તેમજ મકાન નંબર ડી/૨૭/૦૨માં રહેતા પંકજભાઈ આર. પ્રજાપતિ અને મકાન નંબર ડી/૧૭/૦૨માં રહેતા બીપીનભાઈ એમ. સોલંકી નાંઓના મકાનનાં પણ તાળા તૂટ્યા હતા. બનાવ અંગે કપિલ હરસુખરાય જોષીનાંએ તારીખ ૧૫/૧૨/૨૦૨૪નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409