વ્યારાનાં મેઘપુર ગામનાં બંધારી ફળિયામાં મોપેડ બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સાંકળી ગામનાં વચલું ફળિયામાં રહેતો ફીલીપભાઈ નાગજીભાઈ ચૌધરી (ઉ.વ.૨૯) નાંઓ ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪નાં રોજ તેમના ગામનાં પ્રકાશભાઈ બચુભાઈ ચૌધરીનાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એએફ/૫૭૧૦ને લઈ સાંકળી ગામથી ડોલારા તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના કબ્જાની મોપેડ બાઈક રોડ ઉપર સ્લીપ થઈ જતાં રોડ ઉપર પડી ગયા હતા જેથી માથાનાં ભાગે તેમજ મોઢાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા ફીલીપભાઈનું ટૂંકી સારવાર દરમિયાન તારીખ ૨૮/૧૧/૨૦૨૪નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે શિલાશભાઈ ચૌધરીનાંએ વ્યારા પોલીસ મથકે જાણ કરી હતી.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409