વ્યારાનાં જુના બસ સ્ટેશનની સામેથી બુલેટ બાઈકનાં સ્ટેરીંગ પર મુકેલ રોકડ રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેની કાપડની થેલી ચોરી કરી ફરાર થનાર ચોર ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જોકે પોલીસે તપાસમાં આ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ભાનાવાડી ગામનાં કંસારીયા ફળિયામાં રહેતા અર્જુનભાઈ હીરજીભાઈ ગામીત (ઉ.વ.૫૮)નાંઓ ખેતીકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૦૭/૧૨/૨૦૨૪નાં રોજ ભાનાવાડી ગામેથી વ્યારામાં કામ અર્થે આવ્યા હતા તે સમયે અર્જુનભાઈ પાસે એક ગ્રીન કલરની કાપડની થેલી હતે જેમાં રોકડ રૂપિયા ૮૫,૦૦૦/- અને અર્જુનભાઈનું પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા બેંકની પાસબુક કાપડની થેલીમાં રાખી બુલેટ બાઈક નંબર જીજે/૨૬/એસ/૮૫૪૧ને લઈને વ્યારાના જુના બસ સ્ટેશનની સામે આવેલ શ્રીજી મીઠાઈ ફરસાણા દુકાનની સામે બુલેટ બાઈક પાર્ક કર્યું હતું તે સમયે રોકડ રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેની કાપડની થેલી બુલેટ બાઈકના સ્ટેરીંગ સાથે બાંધી ચા પીવા માટે દિલખુશ હોટલમાં ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ બુલેટ બાઈકનાં સ્ટેરીંગ પર મુકેલ રોકડ રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેની કાપડની થેલી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ચોરીના મામલે આરોપીને ઝડપી પાડવામાં વ્યારા પોલીસને સફળતા મળી છે, વ્યારાનાં નાની ચીખલી ગામના નવું ફળિયુંમાં રહેતો હેમંત વીરેન્દ્રભાઈ ગામીત નામના આરોપીને વ્યારાના ચીખલી રોડ યોગી નગર સોસાયટી પાસેથી ઝડપી પાડી તેના કબજામાંથી રોકડ રૂપિયા ૮૫ હજાર તથા બાઈક અને મોબાઈલ નંગ-2 મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦/નો મુદ્દામાલ કબજે કર્યો હતો.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409