તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી જિલ્લાનાં ગણદેવીનાં જમાદારવાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ અને હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ નાંઓને મળેલ બાતમીનાં આધારે, નવસારી જિલ્લાનાં ગણદેવીનાં જમાદારવાડ ખાતેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાજેશસીંહ રામસીંહ ચૌહાણ (ઉ.વ.૩૧., રહે.માકલા ફળિયા, ગણદેવી, નવસારી, મૂળ રહે.કેવટલી ગામ, પો.દીયાવા થાના, દેવસરા, જિ.પ્રતાપગઢ, યુ.પી), રાકેશ માતાશરન રાજપુત (ઉ.વ.૩૬., રહે.માકલા ફળિયા, ગણદેવી, નવસારી, મૂળ રહે.બાલામઉ ગામ, પો.રામાપુર મુન્દાહા થાના, સુજાનગંજ, જિ.જોનપુર, યુ.પી), સલમાન ઈનામૂલહક ખાન (ઉ.વ.૨૬., રહે.જમાદારવાડ, ગણદેવી, નવસારી) અને ઈમરાન ઈનામૂલહક ખાન (ઉ.વ.૨૯., રહે.જમાદારવાડ, ગણદેવી, નવસારી)નાંઓને ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409