તાપી જિલ્લાના સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા નગરના જુનાગામ,પીપળ ફળિયું,ડેપો ફળિયું તેમજ મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં સોનગઢ થી 5 કી.મી દૂર ઉકાઈ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.આ સાથે અહીંના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. 
મળતી માહિતી પ્રમાણે, આજરોજ એટલે કે તા.7મી ડીસેમ્બર 2024 નારોજ સમય બપોરે 1.18 મિનિટે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.0 નોંધાઈ છે.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે, ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી.




Users Today : 3
Users Last 30 days : 905
Total Users : 11409