રાજ્ય સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે.રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 
સુરત જિલ્લામાં રૂ.૧૨ કરોડના ખર્ચે અરેઠ બૌધાન ઘલા રોડ પર જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવાશે. રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે માંડવી ખેડપુર વરજાખણ રોડ પર પુલના વિસ્તરણ અને મજબુતીકરણ સાથે નવું બાંધકામ જ્યારે તાપી જિલ્લામાં રૂ.૬ કરોડના ખર્ચે ન્યુ બ્રિજ સ્ટ્રકચર ઓન માંડવી શેરૂલા રોડ પર જૂના પુલને દૂર કરી નવી ટેક્નોલોજીથી મજબૂત પુલનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રકલ્પોથી પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી થશે, જેની સ્થાનિક વેપાર અને રોજગારી પર પણ સકારાત્મક અસર થશે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249