તાપી જિલ્લાનાં જુના કુકરમુંડા ગામે વાલેરી માતાનાં મંદિરની બાજુમાં તાપી નદીનાં તટ ઉપર નાહવા ગયેલ સાળા-બનેવી પૈકી બનેવીનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં ધુળેનાં સાક્રી તાલુકાનાં સાતરપાડા ગામના રહીશ મહેશભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) તથા તેમનો સાળો સંદિપભાઈ માંગુભાઈ ચૌહાણ સાથે ગત તારીખ ૨૯/૧૧/૨૦૨૪નાં રોજ કુકરમુંડા તાલુકાનાં જુના કુકરમુંડા ગામે વાલેરી માતાનાં મંદિરની બાજુમાં આવેલી તાપી નદી કિનારે ગયા હતા. જોકે નદીમાં નાહવા ગયેલા બંને યુવાનો પૈકી મહેશભાઈ નદીની અંદર ઉંડા પાણીમાં આકસ્મિક રીતે તણાઈ જતાં જેઓનું ડુબી જવાથી મોત થયું હતું. ઘટના અંગે મોહનભાઈ ચેનાભાઈ રાઠોડ (ઉ.વ.૬૫., રહે.સાતરપાડા ગામ, દહિવેલ થાના,સાક્રી)એ નિઝર પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252