Explore

Search

February 14, 2026 12:07 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારામાં વેપારીનાં ઘરમાંથી રોકડ રકમની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો

વ્યારાનાં ચીખલી રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીનો એક પરિવાર સંબંધીનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ ઘરનાં તાળા તોડી કબાટ સહિતનો સરસામાન વેરવિખેર કરી નાંખી રૂપિયા ૧,૪૫,૦૦૦/- રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાની પંચવટી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ બથવાર જેઓ રેતી અને કપચીનું કાર્ટિંગ કરે છે જોકે તેઓ બે સંતાનો, પત્ની તથા માતા સાથે ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪નાં રોજ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા મોરબી જિલ્લાનાં વાંકાનેર ગયા હતા. તે દરમિયાન તારીખ ૨૮ની રાત્રિએ ચોર ઇસમે કોઈ સાધન વડે ઘરનાં મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ ત્રણ કબાટનાં લોક તોડી તેમજ લોકર તોડી રૂપિયા ૧,૪૫,૦૦૦/- રોકડા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે સુરેશભાઈએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 0 8
Users Today : 2
Users Last 30 days : 1151
Total Users : 13108