વાલોડનાં દોડકીયા ખાતે એક ખેડૂતનાં ખેતરનાં છેડા પરથી કતલ કરેલા ગૌવંશનું માંસ, બે ડોકા, મોઢનો ભાગ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વેટેનરી ડોકડરને જાણ કરી પોલીસે અવશેષોના સેમ્પલો તપાસ અર્થ એફએસએલ સુરત મોકલ્યા હતા. જેમાં ગૌવંશ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં દોડકીયા ફળિયા પાસે આવેલા શાંતિલાલભાઈ સોમાભાઈ ચૌધરીના સર્વે નં.૩૬૭ વાળા ખેતરના છેડા ઉપરથી રાત્રીના સમયે ખાટકીઓએ ગૌવંશની કતલ કરી મોઢાનાં ભાગ, બે ડોક તથા માસના ટુકડા ફેંકી દીધા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અવશેષો કબ્જે લઈ વેટેનરી ડોકટરને જાણ કરી તેમનો પ્રાથમિક અભિપ્રયા લેવાયો હતો અને સેમ્પલો સુરત સ્પેશિયલ એફ એસ એ અધિકારીને તપાસ અર્થે મોકલ્યા છે. એફએસએલનાં રિપોર્ટમાં આ અવશેષો ગૌવંશના હોવાની પુષ્ટી થઈ છે.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252