વ્યારા તાલુકાનાં મદાવ ગામમાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં પટકાયેલ યુવક અને યુવતી પૈકી બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં બોરકુવા ગામનાં ડુંગરી ફળીયાનાં રહીશ પ્રિયંશકુમાર સતિષભાઈ ગામીત (ઉ.વ.૨૦) અને તેની સાથે ખુશી કિરણભાઈ ચૌધરી (ઉ.વ.૧૮) સાથે મિત્ર મુકેશભાઈ કાંતિલાલ ગામીત (રહે.ચકવાણ)ની એમ.ટી. યામાહા બાઈક લઇને સરૈયાથી વ્યારા તરફ ગત તારીખ ૧૫/૧૧/૨૪નાં રોજ જઈ રહ્યા હતા. તે દરમિયાન મદાવ ગામે મીંઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં યુવક અને યુવતી રોડ પર પટકાયા હતા. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ પ્રિયંશકુમાર અને ખુશીબેનને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરત નવી સીવીલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમિયાન પ્રિયંશકુમારનું મોત નિપજયું હતું.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252