Explore

Search

December 27, 2025 4:01 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

પલંગતોડ’ નામક પાન ખાવાથી સેક્સ પાવર વધે ખરો?! :- સંત સુરા

રાજા રજવાડાઓના જુનવાણી પ્રથાકાળથી  ચાલી આવેલ પાનનું અસ્તિત્વ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ ટકેલું છે! વિવિધ પ્રકારના પાન ખાવા અંગે લોકો જાતભાતની વાતો કરતા ફરે છે અને તેમાં ‘પલંગતોડ’ નામક પાન ખાવાથી  ખરેખર સેક્સ પાવર વધે છે ખરો ?! તેને કેમ અને કઈ રીતે ખાવા જોઈએ?!આખરે,  પલંગતોડ પાનની સચ્ચાઈ શું છે!?ખેર, આમ તો પાન પાચન ક્રિયા બહેતર બનાવવામાં સહાયક છે  તે મોઢાની વાસ દુર કરે છે અને તેમાં કેટલાક એવા પદાર્થ હોય છે કે જે કામેચ્છા વધારવામાં યોગદાન આપે છે અનેકવાર પાનનો લાલ રંગ કેટલાક લોકોના આકર્ષણમાં વધારો કરી શકે છે! પાનના પત્તામાં ખાસ શું છે!?તેમાં ટાએસ્ટેસ નામનું એક એન્જાઈમ હોય છે જે સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે.

ભારતીયોના ખોરાકમાં ખુબ સ્ટાર્ચ હોય છે. જેમ કે, ભાત, બટાકા વગેરે. પાનમાં ઉપયોગ કરાયેલો કાથો એક એન્ટિસેપ્ટિક હોય છે જે દાંતની બીમારી દુર કરે છે.! વિશ્વ પ્રસિદ્ધ હેલ્થ મેગેઝિન લેસેન્ટનું કહેવું છે કે, ચૂનો પણ એન્ટિસેપ્ટિક હોય છે અને તેમાં મોજૂદ કેલ્શિયમને કારણે તે હાડકાં અને પ્રેગનેન્સીમાં ફાયદાકારક રહે છે. જો સોપારી તેમાં નાખો તો શેકેલી જ નાખો. તે કફના રોગોનો નાશ કરે છે અને ખોરાકમાં રૂચિ પેદા કરે છે. તેમાં જેઠીમધ નાખો તો ગળું સાફ રહે છે અને અવાજ ખુલે છે, એસિડીટીમાં પણ ફાયદો રહે છે. ઈલાયચી મોઢામાં સ્વાદ પેદા કરે છે અને વાસ દુર કરે છે. વરિયાળી પણ પાચનમાં મદદગાર થાય છે. લવિંગ દાંતની બીમારી દુર કરે છે અને આયુર્વેદમાં તો તેને સ્તંભક એટલે કે ડિસ્ચાર્જમાં મોડું કરનારૂં પણ કહ્યું છે.

આયુર્વેદ અનુસાર, જમ્યા બાદ અને સહવાસ પહેલા પાન ખાઈ શકાય છે. જોકે, દિવસમાં 2-3થી વધુ પાન નહિ ખાવા જોઈએ. અલબત,  પલંગતોડ પાનનું સેવન કેટલાક લોકો સુહાગરાતમાં એ ઈરાદે કરતા હોય છે કે તેનાથી સહવાસ દરમિયાન તેમનામાં એટલી તાકાત પેદા થશે કે તેઓ છવાઈ જશે. હકીકત એ છે કે તેમાં નશીલી દવા ભેળવેલી હોય છે જેના સેવનથી કાં તો વ્યક્તિ સહવાસ પહેલા જ સુઈ જાય છે અથવા તો નશાને કારણે તેને અડધા કે એક મિનિટનો સહવાસ કલાકો જેવો લાગે છે.

મોંઘા પલંગતોડ પાનનો ફાયદો તો થાય છે પરંતુ, તેને ખાનારાને નહીં માત્ર વેચનારાને! અંતે, પાન હંમેશા પત્તાની વચ્ચેની અને અન્ય મોટી શિરા કાઢીને ખાવું જોઈએ! ગહન અભ્યાસ અનુસાર આયુર્વેદમાં કહેવાયુ છે કે, શિરા બુદ્ધિનો નાશ કરે છે. પાન ખાધા બાદ મોઢું જરૂર સાફ કરો. બહેતર એ છે, પાન પોતાની મરજી અનુસાર ઘરમાં જ બનાવીને ખાઓ! (ગુઢ રહસ્યમય એક અભ્યાસ મુજબ )

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 3 7
Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237